ઈન્ડિયા

58 વર્ષ બાદ બે ચંદ્ર અને એક સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે, જાણો ગ્રહણની તારીખ

58 વર્ષ પહેલાં 1962માં 17 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગસ્ટે ફરી ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો. ફરી જુન મહિનામાં બે અને જુલાઈમાં એક ગ્રહણ થશે.

5 જૂને ચંદ્ર ગ્રહણ, 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ ફરી ચંદ્ર ગ્રહણ થશે. આ સમયે શનિ મકર રાશિમાં વક્રી છે. આ વર્ષ પહેલાં 1962માં આવો યોગ બન્યો હતો. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો ત્યારે પણ સતત ત્રણ ગ્રહણ થયાં હતાં. 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. 21 જૂને જેઠ મહિનાની અમાસ છે. 5 જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. આ ત્રણેય તિથિએ ગ્રહણ થશે.

આ વર્ષે 5 જૂનું ચંદ્રગ્રહણ દિવસમાં હોવાથી જોવા મળશે નહીં. 5 જૂન તથા 5 જુલાઈના બંને ચંદ્રગ્રહણ મંદ છે. એટલે તેનુ કોઇપણ ધાર્મિક અસર માન્ય રહેશે નહીં. કોઇપણ રાશિ ઉપર આ ગ્રહણની અસર થશે નહીં.

21 જૂનનું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે

21 જૂને ખંડગ્રાસ એટલે આંશિક સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપના થોડાં ક્ષેત્રમાં પણ જોવા મળશે.

ગ્રહણનો સ્પર્શ સવારે 10.14 મિનિટે થશે
ગ્રહણનું મધ્ય 11.56 મિનિટે અને ગ્રહણનું મોક્ષ 1.38 મિનિટે થશે.
ગ્રહણનો સૂતક કાળ 20 જૂનની રાતે 10.14 મિનિટથી શરૂ થઇ જશે.
સૂતક જે 21 જૂન બપોરે 1.38 સુધી રહેશે.

આ વર્ષનું આ એકમાત્ર ગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે અને તેની ધાર્મિક અસર પણ માન્ય રહેશે. આ ગ્રહણ મૃગશિરા નક્ષત્રમાં અને મિથુન રાશિમાં રહેશે.

બધી જ રાશિઓ ઉપર ગ્રહણની અસર

મેષ, સિંહ, કન્યા, કુંભ રાશિ માટે સૂર્ય ગ્રહણ શુભફળ આપનાર સ્થિતિમાં રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું. આ લોકો માટે વિઘ્નો વધી શકે છે.

Categories: ઈન્ડિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.