ગુજરાતી રોજનીશી

પ્રભુ ભક્તિનુ પ્રથમ પગથિયું રાષ્ટ્ર ભકિત

આપણો દેશ એટલે ભારત દેશ તમામ ભારતવાસીઓની જન્મભૂમિ, કર્મભૂમિ ,જીવન ભૂમિ, અને પુણ્યભૂમિ છે. જે દેશની ધરતી પર આપનો જન્મ થયો હોય એ દેશની ધરતી નું આપણે અન્નજળ ન લઈને સર્વાંગી વિકાસ કર્યો હોય એ ધરતી ને લઈને આપણે પ્રતિષ્ઠા, માન મોટપ મેળવ્યો હોય. જે ધરતી પર આપણે આપણા પરિવાર સાથે સુખમય અને શાંતિથી રહે છે તે ધરતી ના આપણે સદાય ઋણી છીએ . જેવી રીતે એક સંતાન પોતાના માતા-પિતાના ઋણમાંથી કોઈ હિસાબે મુક્ત થતો નથી. એ જ રીતે આપણી માતૃભૂમિ ધરતીના કદાય ઋણ માંથી મુક્ત થતાં નથી. એ ધરતીની સેવા એટલે દેશસેવા દેશ પ્રેમ ,દેશભક્તિ અને દેશહિત માટે જીવન સમર્પિત કરીએ તો માતૃભૂમિનું ઋણ થકી થોડા ઘણા અંશે મુક્ત થઈ શકીએ. દેશના રક્ષણ અને હિત માટે જીવન સમર્પણ કરીએ .એજ દેશવાસીઓની સાચી દેશભક્તિ છે અને એ જ સાચી દેશ પ્રત્યેની વફાદારી છે.

જ્યારે દેશવાસીઓ દેશ ઉપર આવેલું કોઈ સંકટ હોય અને એ સાચી પરીક્ષામાંથી સાંગોપાંગ પાર થઇ ને એવા દેશના કપરા સમયે શું યોગદાન આપી શકીએ એ જ દેશવાસીઓની સાચી કસોટી છે .દેશ ઉપર આવેલી પરિસ્થિતિના આધારે જેવી જરૂર એવું વિચારે તેવું કાર્ય કરવું એ જ દેશના હિત માટે છે.
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે કે જનની જન્મભૂમિશ્ચસ્વગાઁદપિ ગરીયસી ધર્મ શાસ્ત્રો પણ કહે છે ‘ રાષ્ટ્ર દેવો ભવ’ માતા અને માતૃભૂમિ અર્થાત આપણા દેશ આપણો માટે સ્વગૅ થી ઉત્તમ છે .દેવ સમાન દેશ ગણી શકાય એવો દેશ છે આપણે દેશને આપણે ભારત માતા કહીએ છીએ .પોતાના દેશ માટે આવી ઉત્તમ સંકલ્પના ના સંસ્કારો આપણને પ્રાપ્ત થયા છે ત્યારે દેશ પ્રત્યે નિષ્ઠા ભક્તિ પ્રેમ આપણા હૃદયમાં કેમ ફળીભૂત ન થાય ?સાચો દેશવાસી હસે તેના હૃદયમાં દેશપ્રેમ અને દેશભક્તિ ફળીભૂત થશે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આપણા દેશમાં અમુક લોકો એમાં પણ છે જે દેશમાં રહીને પોતાના દેશને જ નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે .જયારે પ્રવર્તમાન સમયે દેશ ઉપર વિપત્તિ આવી પડી છે ત્યારે દેશને સુરક્ષિત રાખવા માટે આપણે તન, મન અને ધનથી તમામ દેશવાસીઓએ દેશનો બચાવો એ પ્રથમ માનવ ધર્મ બની જાય છે .અને આવા સમયે યથાયોગ્ય યથાશક્તિ એ આપણે દેશને મદદરૂપ થઈ ને દેશમાં આવેલી વિપત્તિ ને દૂર કરવી જોઈએ આપણા ભારત દેશમાં હિન્દુ ,ખ્રિસ્તી ,જૈન ,શીખ ,મુસ્લિમ આદિ અનેક ધર્મો અને અનેક સંપ્રદાયો અનુસરણ કરનારા લોકો ભારત દેશમાં વસવાટ કરે છે એટલે તો ભારત દેશમાં વિવિધતામાં એકતા રહેલી છે.

દેશના હિતની વાત આવે ત્યારે સાથે મળીને કર્તવ્ય કરવુ એ દેશવાસીઓ નું પહેલું કર્તવ્ય છે .પહેલા દેશ છે પછી જ ધર્મ છે કારણ દેશ સુરક્ષિત હશે તો તમે અને તમારો ધર્મ સુરક્ષિત રહેશે પ્રવર્તમાન સમયે દેશમાં કોરોનાવાયરસ નું સંકટ નું નિર્માણ થયું છે આ એક પ્રકારનો સંક્રમિત વિષાણુ રોગ ફેલાયેલો છે ભારત દેશ સાથે વિશ્વના ઘણા દેશોમાં પણ આ રોગ ફેલાઈ ચૂક્યો છે .આપણા ભારત દેશમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સમગ્ર દેશને લોકડાઉનકરવાનો નિર્ણય લીધો સમગ્ર દેશવાસીઓએ આવકાર સાથે પાલન કર્યું. વિશ્વના રાષ્ટ્રધ્યક્ષો ઓ એ ભારતના વડાપ્રધાનનો આ નિર્ણય ખુબજ હિતકારી છે એવી આગવી નોંધ પણ લીધી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે સરકારના દેશહિતના નિર્ણયને અમુક લોકો ગંભીર પૂર્વક લેતા નથી લોકડાઉન ઉલ્લંઘન કરી કોરોનાવાયરસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવા લોકો દેશના હિત વિચારી રહ્યા નથી અને દેશને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે
આપણે જે દેશનું અન્ન જળ થી આપણી ભૂખ તરસ તૃપ્ત કરીએ છીએ જે દેશ આપણને એક સમાજમાં ઉભા રહેવાની તક આપી છે તે દેશના નિયમોને ઉલ્લંઘન કરી દેશની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છીએ આવી માનસિકતા આપણી ન હોવી જોઈએ .દરેક દેશવાસીઓ હૃદયમાં સર્વ પ્રથમ દેશ પ્રેમ અને દેશભક્તિ હશે તો જ સાચી ધાર્મિકતા અને પરમ કૃપાળુ પરમાત્મા વિષે ભક્તિ અને શ્રદ્ધા વધશે

તમામ વાચક વર્ગને ગુજરાતના સ્થાપના દિનની હાર્દિક શુભેચ્છા સહ ધારાશાસ્ત્રી દેવ સ્વામીના જય શ્રી સ્વામિનારાયણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.