ગુજરાતી રોજનીશી

એક કોરોના દર્દી કે જેને સાજા થઇ ગયા હોવા છતા ઘરે જવુ નથી ગમતું . . .

  • આઇસોલેશન વોર્ડ્ની બહાર ફરજ પરના ડોક્ટર્સના ગ્રુપે બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક


રાજકોટમાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પીટલમાંથી રજા અપાઇ
રાજકોટ તા. ૫ એપ્રિલ , “ કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે પરંતુ હવે ઘરે જવુ નથી ગમતું, અને જો મને પરવાનગી આપવામાં આવે તો મારે અહીં અન્ય દર્દીઓની સારવારમાં મારાથી બનતી સેવા આપવી છે. આ ૧૩ દીવસમાં અહીં જે સારવાર આપવામાં આવી છે એ માટે હું સમગ્ર હોસ્પીટલ સ્ટાફનો આભાર માનુ છું. કોરોનાનો મને ભય હતો અને ભગવાન અને ડોક્ટર પર મારો ભરોસો પણ હતો તેમાં બા બા કરતો અહીનો સ્ટાફ જાણે મારો પરીવાર બની ગયો છે.” આ શબ્દો છે

વિમળાબેન હર્ષદભાઇ કાનાબારના , તેમને તથા તેમના પુત્ર કૌશલભાઇને કોરોના પોઝીટીવ આવતાં ૧૩ દીવસ પહેલા સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ વિમળાબેન ને તો ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ પણ ખરી અને ઉંમર પણ ૭૫ જેવી તેને રીકવરી આવવી અને તે પણ આટલી ઝડપથી તે માટે રાજકોટ સીવીલ હોસ્પીટલના તબીબો દ્વારા થયેલ ચમત્કાર જ તેઓ ગણાવે છે.

ડો. આરતી ત્રીવેદીના માર્ગદર્શન હેઠળની આજ ફરજ પરની ડોકટર્સની ટીમે આજે વિમળાબેન ને હોસ્પીટલમાંથી અપાયેલ રજાને યાદગાર બનાવી દીધી હતી ફરજ પરનાં ડોકટર્સ સર્વશ્રી પ્રફુલ દુધરેજીયા, હિરલ મકવાણા, તપન પારેખ, એક્તા આરતીવાણી, યોગેશ કટારીયા, ઉજ્જવલ યાદવ, સચીન કંદાકોર અને ચંદ્રજીત સોલંકીની ટીમે આઇસોલેશન વોર્ડ્ની બહાર બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક બની ગયું હતું.

માહિતી ખાતા સાથે વાત કરતા તેમણે આ ડોક્ટર્સની ટીમને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને ઉમેર્યુ હતુ કે સરકારી હોસ્પીટલ માટેનો મારો ખ્યાલ બદલાઇ ગયો છે. નાની મોટી કોઇપણ તકલીફ માટે આખી જિંદગી પ્રાઇવેટ હોસ્પીટલમાં દોડી જતાં પણ આવા ડોક્ટર્સ અને આટલી સુવિધાઓ તો કોઇ મોટી હોસ્પીટલમાં પણ ના મળે વિદેશમાં પણ આવી સરકારી હોસ્પીટલ નહીં હોય.

વિમળાબેનનાં પુત્ર કૌશલભાઇ પણ સાથે જ સારા અને ફીટ થઇ ગયેલ હોય બન્ને ને સાથે જ રજા આપવામાં આવી હતી તેમણે માહિતી ખાતાના પ્રતિનિધી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અહીં વિશ્વની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. અહીં ની ચોખ્ખાઇ અને સ્ટાફ્ની ડીસીપ્લીન સરાહનીય છે. સ્વીપર થી લઇ ને ડોકટર સુધીના તમામ પોતાની ફરજ ખુબજ શ્રેષ્ઠ રીતે બજાવે છે આ માટે તેમણે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

હોસ્પીટલમાંથી રજા આપ્યા બાદ તેઓને તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારના બે સભ્યો શ્રી હર્ષદભાઇ તથા અભીગ્નાબેન કે જેઓ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ત્રીમંદીર ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ છે ત્યાં જવાની વાત કરતાં સરકારી એમ્બ્યુલન્સમાં રાજકોટ મહાનગરપાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડો મનીષ ચુનારા અને આરોગ્ય અધિકારી ડો. નિશીતા સૌમૈયાના વડપણ હેઠળ ત્યાં પહોચાડવામાં આવેલ જ્યાં તેઓને પણ અલાયદો રુમ ફાળવી આપવામાં આવેલ. તેમનો પરીવાર લાંબા સમય પછી મળેલ હોઇ સહુ કોઇએ આનંદની લાગણી પ્રગટ કરેલ.
કેતન દવે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.