ઈન્ડિયા

નિર્ભયાને ન્યાય મળતા દેશમાં ઉત્તેજના સાથે ખુશીનો માહોલ

  • સાત વર્ષથી કાનૂની પ્રક્રિયામાં લટકતી ફાંસીના ફંદામાં આખરે ગુન્હેગારો લટકી ગયા
  • એક સાથે ચાર હેવાનોને વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પવન જલ્લાદે ફાંસીના માંચડે લટકાવી દીધા

ગુન્હાના સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ આજે વહેલી સવારે નિર્ભયા પર ગેંગ રેપ કરનાર ચારેય ગુન્હેગારોને ફાંસીના માંચડે લટકાવી દેવાતા દેશમાં ઉત્તેજના સાથે ખુશીનો માહોલ છવાયો છે.

તિહાર જેલમાં બંધ કેદી એવા ચારેય હેવાનોને સવારે ૦૩:૧૫ વાગ્યે ઉઠાડી દેવામાં આવ્યા હતા. જો કે ચારેયને જિંદગીની છેલ્લી રાત્રે ઊંઘ આવી ન હતી. સ્નાન માટે કહેવામાં આવતા ત્રણ ગુન્હેગારોએ ન્હાવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે એક ગુન્હેગારે સ્નાન કર્યું હતું. પૂજા પાઠ માટે પૂછવામાં આવતા તેઓને શુ કરવું તેના હોંશ જ રહ્યા ન હતા.

પવન જલ્લાદને ગઈ કાલે જ તિહાર જેલમાં બોલાવી લેવાયો હતો. નિર્ભયના પિતા જેલની બહાર ઉપસ્થિત રહ્યા હતા. જેલની બહાર ઘણા લોકો મોડી રાતથી જ એકઠા થઇ ગયા હોય સુરક્ષાનો પુરતો બંદોબસ્ત રાખી જેલને સંપુર્ણ લોક કરાઈ હતી. ભારતની બધી જ ન્યૂઝ ચેનલોએ વ્હેલી સવારે ૦૪:૦૦ વાગ્યાથી તિહાર જેલની બહારથી લાઈવ રિપોર્ટિંગ શરૂ કર્યું હતું અને પળપળની અપડેટ મેળવી લોકો ઉત્તેજના અનુભવી રહ્યા હતા.

ડેથ વોરંટમાં લખેલા સમય પ્રમાણે બરોબર ૦૫:૩૦ કલાકે પવન જલ્લાદે એક તખ્તા પર ઉભેલા પવન, વિનય અને બીજા તખ્તા પર ઉભેલા મુકેશ અને અક્ષયના પગ નીચેની ફર્શ લીવર વડે ખસેડી લેતા ચારેય હેવાનો એક સાથે ફાંસીના ગાળીયામાં લટકી પડ્યા હતા. બરાબર આ જ સમયે જેલની બહાર એકઠી થયેલી મોટી ભીડે તાળીઓ પાડી સિટીઓ વગાડી પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યા હતા. બીજી તરફ નિર્ભયાના ઘેર પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.

એ પહેલાંના ઘટના ક્રમમાં ગુન્હેગરોના વકીલ એ.પી.સિંહે સુપ્રીમમાં યાચીકા કરી એક છેલ્લો દાવ ખેલ્યો હતો. પણ કોર્ટે વ્હેલી સવારે ૦૩:૦૦ વાગ્યે છેલ્લી યાચીકા પણ ફગાવી દેતા ફાંસી નક્કી થઈ ગઈ હતી. ગુન્હેગારોને છેલ્લે સુધી તમામ કાનૂની વિકલ્પો અપાયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.