ઈન્ડિયા

સાઉદી અરેબિયા પર કોરોના વાઇરસનો કહેર ન તૂટી પડે એ માટે લેવાયા સાવચેતીના પગલાં

ચીનમાંથી અત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસના લક્ષણો મક્કા હરમ શરીફમાં (મક્કાની પવિત્ર મસ્જિદ) દેખાતા સાઉદી અરેબિયા સરકારે ઉમરાહને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે. આ કારણે અમદાવાદ સહિત ભારતભરમાંથી મક્કાશરીફ ખાતે ઉમરાહ (જાત્રાએ) જતા હજારો હાજીઓ અટવાઈ પડ્યા છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એરલાઈન સ્ટાફ દ્વારા સાઉદી અરેબિયા ઉમરાહ માટે જતા હાજીઓને આ અંગેની વિગતો આપી હતી. સાઉદી અરેબિયા સરકારના નિર્ણયથી એરલાઈનોએ ફ્લાઈટો સ્થગિત કરી હોવાનુ યાત્રીઓને જણાવવામાં આવ્યુ હતુ.

ગઈ કાલે દિવસ દરમિયાન પોતાની સાઉદી અરેબિયાની ફ્લાઈટના નિયત સમયે ઉમરાહ માટે હાજીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમની ફ્લાઈટ હાલ કેન્સલ થયાની જાહેરાત કરાઈ હતી. એરલાઈન સ્ટાફે સાઉદી અરેબિયા સરકારના નિર્ણયનો હવાલો આપીને જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ મક્કા હરમ શરીફમાં મોજૂદ હોવાના પૂરાવા મળ્યા છે. આ બાબતને લીધે હાજીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાની સરકારે અનિશ્ચિત મુદત માટે વિશ્વભરની ઉમરાહ અટકાવી દીધી છે. જે-તે દેશના હાજીઓને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પોતાના દેશમાં જ રહેવા સલાહ અપાઈ છે. અમદાવાદ એરપોર્ટથી ઉમરાહ જતાં 65 લોકોને પરત મોકલાયા છે.

સાઉદી અરેબીયાએ ગુરુવારે સાંજથી અન્ય દેશોથી આવતા લોકો પર ઉમરાહ માટે પ્રતિબંધ મુક્યો છે. અમદાવાદ એરપાર્ટ પર પણ ફલાઈટ પકડવા આવેલા 65 જેટલા લોકોને પરત મોકલી દેવામાં આવ્યા હતા, જેમાં 25 જેટલા લોકો તો મધ્યપ્રદેશથી આવ્યા હતા. જ્યારે અન્ય લોકો કચ્છ ભુજના હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.