ઈન્ડિયા

કોરોના વાઇરસ આવનારા 10 દિવસોમાં વધુ ઘાતક બનશે : ચીની નિષ્ણાંતોનો મત…

ચીનથી પ્રસરવાનો શરૂ થયેલો “કોરોના” નામનો વાયરસ હવે ચીની ડ્રેગન સહિત દુનિયાને ડરાવી રહ્યો છે. ચીનમાં રોજ સેંકડો લોકો વાઇરસની ઝપટમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 170થી વધુ લોકોને આ ચેપી વાઇરસ ભરખી ગયો છે.

ચીને વાઇરસ સામે લડવા તેનું લશ્કર મેદાનમાં ઉતાર્યું છે તેના પરથી ચીન કેટલું ડરી ગયું છે તેનો અંદાજ લગાવી શકાય છે. ચીનમાં કેટલાક ગામો તરફ જવાના રસ્તા દીવાલ ચણીને સિલ કરાયા હોવાના વાવડ મળી રહ્યા છે.

બીજી તરફ ચીનથી ગુજરાત આવેલા 43 ગુજરાતીઓમાં કોરોના વાઇરસનું કોઈ સંક્રમણ નથી તેવું સરકારે જાહેર કર્યું છે. આમ છતા તકેદારીના તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. દિવના કલેકટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વાઇરસ સામે જાગૃતિ કેળવવા પત્રિકાઓ વહેંચાઈ રહી છે જેમાં લોકોને ભયભીત ન થવા અપીલ કરાઈ છે. બીજી તરફ ચીનમાં ફસાયેલા જામનગરના 2 વિદ્યાર્થીઓ માદરે વતન પરત આવી ગયા છે જ્યારે 3 વિદ્યાર્થીઓને પરત લાવવાની તજવીજ ચાલી રહી છે.

ચીનમાં કોરોના ગ્રસિત દર્દીઓની સંખ્યા 7740થી ઉપર પહોંચી ગઈ છે. હજારો દર્દીઓની હાલત નાજુક છે. છેલ્લા 24 કલાકમાં 1800 નવા કેસ સામે આવ્યા છે. દુનિયાના દેશો તેમના નાગરિકોને ચીનમાંથી પરત બોલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ પરત ફરી રહ્યા છે. દેશના જુદા જુદા એરપોર્ટ પર હાઇએલર્ટ વચ્ચે સાવચેતીના તમામ પગલાંઓ ઉઠવાઈ રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શંકાસ્પદ કેસોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં 17 કરતા વધુ દેશો વાઇરસના સકંજામાં સપડાયા છે. કેરળમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા એની અલગથી દેખરેખ રખાઈ રહી છે. ઈન્ડિગો તેમજ એર ઇન્ડિયાએ ચીન જતી એમની તમામ ફ્લાઈટો રદ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.