ગુજરાતી રોજનીશી

શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ, હાથીજણ દ્રારા પંચદશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન

શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ, હાથીજણ દ્રારા તારીખ 9 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી હાથીજણ ખાતે શ્રીજી પંચશત કથાપૂર્તિ અને પંચ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ, હાથીજણના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુશ્રી શ્રીજી સ્વામી દ્રારા ૫૦૦ કથાઓ પૂર્ણ થવા નિમિત્તે તેમજ શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ, હાથીજણનાં પ્રાર્થના મંદિરના 15 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલ છે. મહોત્સવ દરમ્યાન પરમ પૂજ્ય શ્રીજી સ્વામીના વક્તાપદે શ્રીમદ્ સત્સંગીજીવન પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં પૂ.શ્રીજી સ્વામી 500 કથાઓની પૂર્ણાહૂતિ નિમિત્તે 500ની સંખ્યામાં વિવિધ આધ્યાત્મિક-સામાજિક પ્રકલ્પો યોજાયેલ છે. જેમાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, 501 બ્રહ્મદેવ પૂજન, શ્રી હરિ મહાવિષ્ણુયાગ, વ્યસનમુક્તિ કેમ્પ અને આરોગ્ય કેમ્પ જેવા પ્રકલ્પો મુખ્ય છે. મહોત્સવ દરમ્યાન ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો દ્રારા રાત્રિ દરમિયાન રાષ્ટ્રીયતા અને આધ્યાત્મિકતાનાં રંગથી રંગતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન તારીખ 9 જાન્યુઆરી 2020 ના રોજ થશે. જેમાં લાલગેબી આશ્રમથી શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ, હાથીજણ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રામાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

આ મહોત્સવમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને શ્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના વિવિધ કેબિનેટ, રાજ્ય સરકારના રાજ્ય મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિવિધ બોર્ડ-નિગમના ચેરમેનશ્રી ઉપસ્થિત રહેનાર છે. વિશેષ અતિથિ રૂપે વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી વિષ્ણુ સદાશિવ કોકજે ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવમાં દેશ-વિદેશથી હરિભક્તો ઉપરાંત રાજ્યના સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને ગામે-ગામથી સંતો પધારી આર્શીવચન આપશે તેમ મહોત્સવનાં આયોજક શ્રી રામ સ્વામીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.