ઈન્ડિયા

સરકારી હોસ્પિટલમાં ડિસેમ્બરમાં 100 બાળકોના મોત, માયાવતીએ કહ્યું પ્રિયંકા યુપીની જેમ ત્યાં કેમ નથી ગઈ ?

  • 30-31 ડિસેમ્બરે જેકે લોન હોસ્પિટલમાં 9 નવજાત બાળકોના મૃત્યુ થયા, ડિસેમ્બરમાં મોતનો આંકડો 100  સુધી પહોંચ્યો, સરકારે તપાસ સમિતિ બનાવી
  • રિપોર્ટમાં બાળકોના મોત હોસ્પિટલના વેન્ટિલેટર-વોર્મર સહિત અન્ય સાધનો ખરાબ થવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું
  • 4 દિવસની બાળકીના મોત બાદ લોકોએ બબાલ કરી, બાદમાં ધારાસભ્ય શર્માએ 15 રૂમ હીટર, 50 ચોરસા આપ્યા હતા
  • ડોક્ટરે કહ્યું- મૃત્યુ પામનારાઓમાં બીજી હોસ્પિટલમાંથી આવનાર બાળકો વધુ, નવજાત બાળકો માટે સાધન વગરની મુસાફરી ખૂબ જ ખતરનાક હોય છે

જયપુર/કોટાઃ રાજસ્થાનના કોટામાં જેકે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો સીલસીલો ચાલુ છે. બુધવારે વધુ એક બાળકનું મોત થયું છે. પ્રસૃતિ વિભાગના ઈ-વોર્ડમાં દાખલ 4 દિવસની એક બાળકીનું મૃત્યુ થયું છે. તેના મોતનું કારણ કડકડતી ઠંડી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગત 30-31 ડિસેમ્બરે આ હોસ્પિટલમાં 9 બાળકોના મૃત્યુ થયા હતા. ડિસેમ્બર મહિનામાં નવજાત બાળકોના મોતનો આંકડો 100 સુધી પહોંચી ગયો. 2019માં અહીં 963 બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને રાજસ્થાન સરકાર અને પ્રિયંક ગાંધીનું નામ લીધા વગર સવાલ કર્યો. માયવતીએ લખ્યું- જે માતાઓએ તેમના બાળકને ગુમાવ્યા છે, તેને શા માટે કોંગ્રેસ જનરલ સેક્રેટરી હજી સુધી મળ્યા નથી ?

શિશુ રોગ વિભાગના એચઓડી ડો. એ એલ બૈરવાએ જણાવ્યું કે 30 ડિસેમ્બરે કોટા જિલ્લાના ખાતૈલી અને બારાં જિલ્લાના 2 નવજાત બાળકોના મોત થયા હતા. 31 ડિસેમ્બરે સાંગોદ, બારાં, બંૂદી, કોટના વિજ્ઞાન નગર અને ચશ્મના બાવડીના રહેવાસી 5 નવજાત બાળકોના મોત થયા. આ બાળકો લો બર્થ વેટ, કેટલાક પ્રી-મેચ્યોર ડિલીવરી અને માઈલ્ડ ઈન્ફેક્શનથી પીડિત હતા. રાજ્ય સરકારની તપાસ કમિટીએ નવજાત બાળકોના મોતનું કારણ હોસ્પિટલના ખરાબ વેન્ટિલેટર અને વાર્મરને ગણાવ્યા હતા. સરકારે તેને રીપેર કરવાના આદેશ આપ્યા હતા.

હવા જાળીવાળી બારીઓમાંથી આવે છે

ડોક્ટર દરેક મોત પર પોતાનો તર્ક આપી રહ્યાં છે, જોકે હાલ હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકો માટે કડકડતી ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે. બુધવારે પાર્વતી પત્ની દેવપ્રકાશે 4 દિવસ પહેલા ઓપરેશનથી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. 4 દિવસ સુધી બાળકી તેમની સાથે હતી. સવારે 9 વાગ્યે ડોક્ટરે રાઉન્ડ લીધો, ત્યાં સુધી બાળકી સ્વસ્થ હતી, જોકે 11 વાગે તેનું મોત થયું. બાળકીના દાદા મહાવીરે જણાવ્યું કે અમે અંદર જવાનો પ્રયત્ન કરતા રહ્યાં પરંતુ સિક્યોરિટીએ અમને અંદર જવા દીધા ન હતા. જ્યારે અંદર પહોંચ્યા તો બાળકી મૃત્યુ પામી હતી. ઠંડીના કારણે પણ કદાચ બાળકીનું મોત થયું હશે એમ કહેવામાં આવી રહ્યું છે.

રીફર થઈને આવેલા બાળકોને બચાવવા સૌથી મુશ્કેલઃ ડોક્ટર

જેકે લોનમાં શિશ રોગ વિભાગના એચઓડી ડો. એ એલ બૈરવાએ જણાવ્યું કે અહીં મૃત્યુ પામનાર 70થી 80 ટકા બાળકો નવા જન્મેલા હોય છે. એમાં પણ સૌથી વધુ સંખ્યા એ બાળકોની હોય છે, જે બીજી જગ્યાએથી રીફર થઈને આવે છે. કડકડતી ઠંડીમાં નવજાત બાળકોને બીજી જગ્યાએથી અહીં લાવવા તે ખતરનાક છે.

નવજાત બાળકોમાં 3 પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે

  • હાઈપોથર્મિયાઃ આ બાળકોમાં તાપમાનની કમી હોય છે, જેને ટ્રાન્સપોર્ટ ઈન્ક્યુબેટર કે કંગારુ મધર કેરથી મેન્ટેન કરી શકાય છે.
  • હાઈપોગ્લાઈસીમિયાઃ ગ્લૂકોઝની કમીને કારમે થાય છે. બાળકોને દૂધ પીવડાવતા લાવો. કદાચ દૂધ નથી તો 10 ટકા ગ્લુકોઝ ફીડ કરાવો
  • હાઈપોક્સિયાઃ ઓક્સિજનની કમી. ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ઓક્સિજનની વ્યવસ્થા હોવી જોઈએ, ત્યારે બચાવી શકાય છે.

એક્સપર્ટ વ્યુઃ 37 ડિગ્રી તાપમાનની જગ્યાએ 4 ડિગ્રીમાં નવજાત બાળક

નવજાત બાળકને જીવીત રાખવા માટે 36.5થી 37.5 ડિગ્રી તાપમાન હોવું જરૂરી. તેનાથી ઓછા તાપમાનમાં હાઈપોથર્મિયા ખતરામાં રહે છે, જે બાળકો માટે જીવલેણ છે. હાલ કોટાનું તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચ્યું છે. પ્રસતૃતિ વોર્ડમાં પોતાની માતાની સાથે દાખલ તમામ નવજાત બાળકો આ તાપમાનમાં રહે છે. અહીં હીટર કે વોર્મર પણ નથી. આવામાં નવજાત બાળકો કઈ રીતે જીવતા રહે ? તે સમજી શકાય તેમ નથી. એક્સપર્ટ માને છે કે નવજાત બાળક જેવું તેની માતાના ગર્ભમાંથી બહાર આવે કે તરત જ તેનું તાપમાન મેન્ટેન કરવું તે ખૂબ જ જરૂરી છે. કારણ કે બાળક 37 ડિગ્રી તાપમાનવાળા માતાના ગર્ભમાંથી સીધુ જ 4 ડિગ્રીવાળા તાપમાનમાં આવે છે. તેનાથી તેના મગજને નુકસાન થઈ શકે છે.

ધારાસભ્યોના રૂમમાં હીટર આપ્યા, મંત્રીએ કહ્યું- પુરતી વ્યવસ્થા કરો

કોટાથી દક્ષિણ ધારાસભ્ય સંદીપ શર્માએ ગાયત્રી પરિવારના સહયોગથી 15 રૂમમાં હીટર અને 50 ચોરસાની વ્યવસ્થા કરાવી. ધારાસભ્યએ અધીક્ષકને કહ્યું- દર્દીઓને 2-2 ચોરસા ઉપલબ્ધ કરાવો. બાળકોના વોર્ડમાં રૂમ હીટર લગાવો. ધારાસભ્યએ કહ્યું- અમે હોસ્પિટલના મેનેજમેન્ટને કહ્યું છે કે કોઈ પણ જરૂરિયાત હોવા પર તાત્કાલિક અમને જણાવો. અમે જનસહયોગમાંથી ઉપલબ્ધ કરાવીશું. યુડીએચ મંત્રી શાતિ ધારીવાલે પણ અધીક્ષક ડો.એસ સી દુલારાને નિર્દેશ કર્યો કે ઠંડીથી બચી શકાય તે માટે હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.