ઈન્ડિયા

જંગલેશ્વરમાં જુગારધામનો ગજબનો જુગાડ

રાજકોટ : અનેક અસામાજિક પ્રવૃતિઓ માટે કુખ્યાત જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે મોટું જુગારધામ ઝડપી પાડીને 14 શકુનીઓની અટકાયત કરી છે. સાથો સાથ બે ટૂ વ્હીલર અને એક કાર સહિત 15 મોબાઈલ ઝપ્ત કર્યા છે.

જુગારનું ખૂબ વ્યવસ્થિત નેટવર્ક ધરાવતા જુગારધામને ઝડપવું મુશ્કેલ હોય પોલીસે ગૂગલ મેપમાં, રેડ કરનારી ટીમના તમામ પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફે બાતમીવાળા સ્થળને લોક કરી ત્રણ બાજુથી ઘેરો ઘાલીને એક સમયે જ મકાન પર રેડ કરી હતી. અન્યથા જુગારધામ સંચાલકના બાતમીદારો પોલીસ પહોંચે એ પહેલાં જ એલર્ટ આપીને જુગારીઓને ભગાડી મુકે એવી આશંકા હતી.

કડકડતી ઠંડીમાં ડી. સ્ટાફની ત્રણ ટીમોએ વેશ પલટો કરી અલગ-અલગ રિક્ષાઓ, સાયકલો જેવા વાહનોમાં થોરાળા વિસ્તારમાં આજી નદીને કાંઠે આવેલી જગ્યાએથી બાતમી વાળી જગ્યાએ આગળ પાછળના દરવાજે એક સાથે પહોંચી ઘોડીપાસાનો જુગાર રમતા 14ને દબોચી લીધા હતા. જુગારીઓએ દૂર પાર્ક કરેલા વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા હતા.

રેડ સફળ રહેતા ભક્તિનગર પો.સ્ટે.ની 2 પીસીઆર તથા એક મોબાઈલ વાનને બોલાવી લઈ તમામને પો.સ્ટે. લઈ જવાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં તન્નવીર ઉર્ફે તનીયો રફીક શીશાંગીયા, જાહિદ મહંમદભાઈ પારેખ, મહાવીરસિંહ હર્ષદસિંહ જાડેજા, સાહીલ કરીમભાઈ પરમાર અને રફીક અલીભાઈ થારીયાણી પર અગાઉ અલગ અલગ ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે. ઝડપાયેલામાં રાજકોટ, જામનગર, જેતપુર, ગોંડલના શખ્સોનો સમાવેશ થાય છે. સ્થળ પરથી 2,58,000 રોકડા તથા 15 મોબાઈલ કિંમત રૂ. 1,31,500, એક નંબર પ્લેટ વગરનું એક્ટિવા કિંમત રૂ.50,000, એક નંબર પ્લેટ વગરનું ઍક્સેસ મો.સાયકલ કિંમત રૂ. 50,000, GJ 08 AP 4723 નંબરની ક્રેટા કાર કિંમત રૂ. 12,00,000 અને GJ 37 IC 0277 નંબરની મારુતિ અલ્ટો કાર કિંમત રૂ. 18,89,500 મળીને કુલ 18,89,500નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.