ઈન્ડિયા

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારીનો આપઘાત, વોટ્સઅપ સ્ટેટસમાં શાયરી અને સોંગ મૂક્યું

રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ કર્મચારીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પોલીસ કર્મચારીઓના આપધાતમા મામલા અવાર નવાર સામે આવે છે. પરંતુ આ આપધાત રોકવા માટે કોઈ પ્રકારની કર્યવાહી કવામાં નથી આવી રહી. ત્યારે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશિષ દવેએ આપઘાત કર્યો છે. આશિષ દવેએ પોતાના કવાર્ટરમાં પંખામાં ચૂંદડી બાંધી આપઘાત કર્યો હતો. જો કે કોન્સ્ટેબલ આશિષ દવેએ કયા કારણસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી શાયરી અને ગીત મુક્યું હતું. ઘટનાના પગલે પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાત કરતા પોતાના વોટ્સઅપ સ્ટેટસ પર ઓનલી ફોર માય એન્જલ, મારી હસતી રમતી પરી લખી ગીત મુક્યું છે. જેમાં ગીત આ પ્રમાણે છે. ‘મુસ્કાતા યેહ ચહેરા દેતા હૈ જો પહેરા, જાને છૂપતા ક્યા દિલ કા સમુંદર, ઔરો કો તો હમ દમ છાંયા દેતા હૈ, વો ધૂપ મેં હર ખડા ખુદ મગર ચોટ લગી હૈ, ઉસે ફીર ક્યું મહેસૂસ મુજે હો રહા હૈ, દિલ તું બતા દે ક્યાં હૈ ઇરાદા તેરા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.