ઈન્ડિયા

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું છે શાકોત્સવનું મહત્વ જાણો

પરમ કૃપાળુ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સવંત 1879 ની સાલમાં લોયા ગામ ના ધણી ‘શ્રી સુરાબાપુ ના આમંત્રણ  થી લોયા ગામે શ્રી હરિ અને સાથે 500 પરમહંસો તથા હજાર હરિભક્તોના સમુદાયમાં બે માસ સુધી નિત્ય ઉત્સવ ઉજવ્યા હતા. તેમાં 40રસોઈ ઝાલાવાડ દેશના હરિભક્તોની હતી ખોલડિયાદ ગામ ના ખેંગારભાઈ સિંધવ તથા રૂડા ભાઈ સિંધવ આ ઉત્સવમાં શ્રી હરિ તથા સંતો ભક્તો ને જમાડવા માટે પોતાના ઘેરથી ઘરની ભેંસોનું નવ મણધી બન્ને ભાઈઓ ગાડામાં લોયા લાવ્યા હતા  અને શ્રી હરીને કહ્યું કે હે મહારાજ આ આટલી અમારી ઘી ની સેવા સ્વીકારો અને સંતોને ધી જમાળો આવી પ્રેમભરી ભક્તોની સેવા ને  શ્રી હરિ અનોખી રીતે બિરદાવતા કહ્યું આપણે કંઈક નવીન કરીએ માટે તમો ચુડા રાણપુર આજુબાજુના ગામોમાંથી રીંગણા લઇ આવો પછી તેનો શાકોત્સવ કરીએ પછી બંને ભાઈ રીંગણાની તપાસ કરતા કરતા ખસ ગામ આવ્યા ને ત્યાં એક હરિ ભગત સત્તવારા હતા તેમની વાડીમાંથી ૬૦ મણ રીંગણા વેચાતા લીધા ને 10 મણ રીંગણા સેવામાં વધારે આપ્યા  પછી તે રીંગણા લઈને લોયા આવ્યા રીંગણા સરસ જોઈને શ્રી હરિ રાજી થયા ને તેને ધોવરાવિને ચાર ચીરો કરાવી અને તેમાં હવે જ ભરીને મોટા રંગળો મૂકીને ચુલાઉપર ચડાવ્યા તેમાં હળદર જીરુ મીઠું મસાલો વગેરે જેટલા ભક્તજનો આપે તેટલો તેમાં શ્રી હરિ પોતે નાખતા અને તેમાં 18 મણ ઘીનો વઘાર મૂક્યો હતો.

મુળી તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહચોક મા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ26/12/2019 થી 30 12 2019 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ ના આજ્ઞાથી મંદિરના મહંત સ્વામી પ્રેમજીવન સ્વામી ના શુભ સંકલ્પ થી સંકલ્પથી મંદિરના કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભસ્વામી ના માર્ગદર્શન હેઠળ કરેલ છે તેમા 30 12 2019 ના રોજ દિવ્ય ભવ્ય શાકોત્સવ ના આયોજન બપોરે ૧૧ કલાકે કરવામાં આવેલ છે આયોજનને સફળ બનાવવા માટે સત્યજીત સિંહ ઝાલા (સૌકા)અને ભાવેશ પટેલ (GEB) તેમજ સમગ્ર નરનારાયણ દેવ યુવક મંડળ એ ભારે જ ભારે જહેમત ઉઠાવી છે

60 મણ રીંગણા જુદા-જુદા રીંગણા ચૂલા ઉપર ચડવા મુક્યા હતા પછી શાક જ્યારે ચડી જવા આવ્યું ત્યારે લીલી જારના રાડાને વાળી તેનો ભારો નાનો કરેલો તેનાથી દબાવીને જોયું તો સરસ રીતે ચડી ગયું છે એમ જાણીને પછી ચૂલે થી રીંગણાનીચે ઉતારી લેવામાં આવ્યા શ્રી હરિ કરેલો વઘારનો સ્વાદનો છમકારો એટલો બધો સ્વાદિષ્ટ હતો કે છમકારા નથી સુગંધ છેક સ્વર્ગ સુધી પહોંચ્યોને ત્યાંથી દેવો પણ પ્રસાદ લેવા માટે સાધુના રૂપમાં લઈને પંગતમાં બેસીને પ્રસાદ લીધો હતો પીરસનારા શ્રી હરિ પોતે હતા તે સંતો-ભક્તો મીઠાઈન લેતા એકલુ શાક જમતા હતા આ શાકમાં જેને જેવો સંકલ્પ હતો એ એ મીઠાઇનો સ્વાદ તેમને શાકમાં આવતો હતો બીજે દિવસે અડાલજ થી ખોલડિયાદ આવેલાને કાયમી ખોલડિયાદમાં રહેલા પટેલ મુળા અડાલજાનું ઘી 20 મણનો વઘાર મૂકીને શાક બનાવ્યું હતું પછી ભાણજીભાઈ પીપરડી ગામના તેમના 12મણ ઘીનો વઘાર મૂકીને શાકોત્સવ ભગવાને કર્યો આ શાકોત્સવ શ્રી હરિ 197 વર્ષ પૂર્વે કર્યો હતો આજે સમગ્ર સંપ્રદાયમાં શાકોત્સવની સ્મૃતિમાં ગામોગામ નાના મોટા મંદિરોમાંશાકોત્સવ ઉજવીને  ભક્તજનો પ્રસાદ લે છે

ધારાશાસ્ત્રી દેવ સ્વામીના જય શ્રી સ્વામિનારાયણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.