ઈન્ડિયા

ધ્રોલમાં સંવિધાન બચાવો મંચ દ્વારા CAAના સમર્થનમાં રેલી યોજાઈ

  • સરકાર પાસે અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમનો કાયદો પસાર કરવામાં આવ્યો છે તે અનુસંધાને આ કાયદાનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતાં દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી  અને આ કાયદાના સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓના હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બંધુઓને ભારતીય નાગરિકતા અને સ્વાભિમાન પૂર્વક જીવનના તેમના અધિકારનું રક્ષણ કરવા માટે જે કાયદો ઘડ્યો છે તેના સમર્થનમાં  ધ્રોલ તાલુકામાં સવિધાન બચાવો મંચ દ્વારા ધ્રોલ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ધ્રોલ ગાંધી ચોકથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી.  આ રેલીમાં એક હજારથી પણ વધારે લોકો જોડાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમ સવિધાન મંચ ના આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો. ધ્રોલ પી.એસ.આઇ વી.કે.ગઢવી સાહેબ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

દેશના અનેક વિસ્તારમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. જયારે દેશના ઘણા એવા વિસ્તારો પણ છે જયાઁ આ કાયદાના સમર્થનમાં પણ લોકો રેલીઓ યોજી રહ્યા છે. તાજેતરમાં જામનગરના ધ્રોલ ખાતે સંવીધાન બચાવો મંચ દ્વારા આ કાયદાના સમર્થનમાં રેલી યોજી હતી. અને સાથો સાથ આ કાયદા અંગે ત્યજી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

સંવિધાન મેચ દ્વારા સરકાર પાસે માંગ પણ કરાઇ હતી કે નાગરીકતા સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કાયદાનો સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓને ભારતની નાગરીકતા આપી તેમના સ્વાભિમાનપૂર્વક જીવવાનો અધિકાર આપવાનું જણાવાયું હતું. 

આ સિવાય સંવિધાન બચાવો મંચ દ્વારા જણાવાયું હતું કે પડોશી દેશોના લધુમતિ શરણાર્થીઓને નાગરીકતા આપતા આ કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના લોકોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહ્યા છે. સંસદના બન્ને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની સહી સાથે નાગરીકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે ત્યારે પડોશી દેશોના ત્રાહિત લધુમતિઓને નવું જીવન આપનાર આ કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે.

ભારતના પડોશી દેશોમાં લધુમતિઓનું શોષણ જગ જાહેર છે. 1950 માં પાકિસ્તાનનમાં લધુમતિ હિન્દુ 23 ટકા હતા. જે આજે માત્ર 3 ટકા બચ્યા છે. બાંગ્લાદેશમાં 1947 માં 30 ટકા હિન્દુ હતા જે આજે માત્ર 8.6 ટકા છે. 2012ના એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 70 ટકા લધુમતિ મહિલા શોષણનો ભોગ બને છે.

પડોશી દેશોની આવી નર્કની જીંદગીથી ભાગીને ભારત આવનારા આવા લાખો બંધુઓને સન્માન આપનાર નાગરીકતા સંશોધન અધિનિયમનું સંવિધાન બચાવ મંચે સમર્થન કર્યુ હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.