ગુજરાતી રોજનીશી

રાજકોટમાં 8 વર્ષની બાળા પર હેવાનીયત આચરનાર દુષ્કર્મી હરદેવ પોલીસ સકંજામાં : ગુન્હો કબુલ્યો

રાજકોટ: ગત શનિવારે રાત્રે રાજકોટ સ્થિત ભાવનગર રોડ ખાતે આવેલા જેટકો જી.ઇ.બી.ની દીવાલ પાછળ ઝૂંપડું બાંધીને રહેતા શ્રમિક પરિવારની 8 વર્ષની બાળાને નિંદ્રાધીન અવસ્થામાં ઉપાડી, અવાવરું જગ્યાએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજારનાર હરદેવ મશરૂભાઈ માંગરોળીયા ઉં.વ. 22 રહે. ભારતનગર, શેરી નં.8, ભાવનગર રોડ, રાજકોટવાળાને ઝડપી પાડ્યો છે.

બનાવ સમયે આરોપીએ વધુ પ્રમાણમાં દેશી દારૂનો નશો કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ બનાવ સંદર્ભે અલગ-અલગ ટીમો બનાવીને ત્વરિત કામગીરી શરૂ કરી હતી. જેમાં બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને આઇવે પ્રોજેકટ અંતર્ગત લગાવેલા કેમેરાઓના ફૂટેજ ચેક કરાયા હતા. આ ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદ પણ લેવાઈ હતી. બનાવ જાહેર થયા બાદ શકમંદોની પૂછપરછ શરૂ કરાઇ હતી. જે શકમંદોમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીનો પણ સમાવેશ થતો હતો.

શરૂઆતમાં આનાકાની કર્યા બાદ, ગાંધીનગરથી ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓ કર્મચારીઓને રાજકોટ ખાતે બોલાવીને આરોપીના કપડાંનું પૃથકરણ કરાવતાં તેના કપડાં પર લોહીના નિશાન મળી આવ્યા હતા. ત્યાર બાદ આરોપી ભાંગી પડ્યો હતો અને દુષ્કૃત્ય કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે ઘટના સ્થળે લઈ જઈ આરોપી પાસે બનાવનું રિકન્ટ્રક્શન કરાવતા હરદેવ માંગરોળીયાની સંડોવણીને આખરી મહોર લાગી હતી. આરોપી ફરનેસની એક ફેકટરીમાં કામ કરતો હોય, રોજ વજન ઉપાડવાની પ્રેક્ટિસ હોય, બાળાને ખભે ઉપાડીને લઈ જવા સક્ષમ હોવાનું આરોપીએ કબુલ્યું હતું.

સમગ્ર પોલીસ ટીમે સહયોગ સાધી રાત-દિવસ જોયા વગર કામ કરી આ બનાવનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા રાજકોટ પો.કમિશનર મનોજ અગ્રવાલે તમામ ટીમ મેમ્બરોની કાર્યદક્ષતાને બિરદાવી હતી. આરોપીને પકડવા માટે જાહેર કરેલ 50,000 રૂપિયાના ઈનામની રકમ ડીસીબી, એસઓજી, થોરાલા પો.સ્ટેના અધિકારી અને ટીમ તથા આઇવે પ્રોજેક્ટના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલના કર્મચારીઓ વચ્ચે સરખે ભાગે વહેંચી આપી પો.કમિશનરે તમામના કાર્યની કદર કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.