ઈન્ડિયા

ટ્રેનમાં મેન્ટેનન્સ દરમિયાન હાથમાં ટેટૂવાળા અજાણ્યા યુવકની લાશ મળતાં ખળભળાટ

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં એક યુવકની લાશ મળવાથી ખળભળાટ મચી ગયો. મળતી માહિતી મુજબ, ગુરુવાર રાત્રે છત્તીસગઢ ઍક્સપ્રેસના બંધ ટૉયલેટમાં એક વ્યક્તિની લાશ મળી. કોચિંગ ડેપોમાં મેન્ટેનન્સ દરમિયાન કર્મચારીઓની નજર લાશ પર પડી. તાત્કાલિક જીઆરપીને ઘટનાની જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચી જીઆરપીએ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. માનવામાં આવી રહ્યું છે કે, હાર્ટ અટેકના કારણે યુવકનું મોત થયું છે. હાલ યુવકની ઓળખ નથી થઈ શકી. જીઆરપીમાં આ મામલાની તપાસ કરી રહી છે.

મળતી જાણકારી મુજબ, ગુરુવાર રાત્રે કોચિંગ ડેપો ખાતે છત્તીસગઢ એક્સપ્રેસમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. કર્મચારી સ્લીપર કૉચની સફાઈ કરી રહ્યા હતા. એસ-7 કૉચમાં કર્મચારી સફાઈ કરી રહ્યા હતા. કૉચના ટૉયલેટની સફાઈ માટે ગયેલા કર્મચારીઓને ખબર પડી કે ટૉયલેટ અંદરથી બંધ છે. કર્મચારીઓએ બૂમો પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. મામલો શંકાસ્પદ લાગતાં કર્મચારીઓએ જીઆરપીને જાણ કરી.

કર્મચારીઓએ તાત્કાલીક ઘટનાની માહિતી જીઆરપીને આપી. સૂચના મળતાં જ જીઆરપીની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘણી મુશ્કેલી બાદ ટૉયલેટની બારીથી જ્યારે અંદર જોયું તો અંદર જમીન પર એક યુવકની લાશ નજરે પડી. પછી ટૉયલેટનો દરવાજો તોડીને યુવકની લાશને બહાર કાઢવામાં આવી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી.

નોંધનીય છે કે, છત્તીસગઢ ઍક્સપ્રેસ ટ્રેન ગુરુવાર રાત્રે અમૃતસર થી બિલાસપુર પહોંચી હતી. શુક્રવાર સવારે લોકલ બનીને જતાં પહેલા ટ્રેનનું મેન્ટેનન્સ થઈ રહ્યું હતું. આ દરમિયાન કર્મચારીઓને યુવકની લાશ જોવા મળી. હાલ યુવકની ઓળખ નથી થઈ શકી. મળતી માહિતી મુજબ, યુવકના હાથમાં એક ટેટૂ પણ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. jc

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.