ઈન્ડિયા

રાજસ્થાન નાગૌરમાં બસ સામે સાંઢ આવતાં મોટી દુર્ઘટના, 11 લોકોનાં મોત, 12 ઘાયલ

સાંઢ સામે આવી જતાં ડ્રાઇવરે મિની બસ પરથી કાબૂ ગુમાવી દેતાં પલટી ગઈ

રાજસ્થાનના નાગૌરમાં શનિવાર વહેલી પરોઢે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી જાણકારી મુજબ, સામે સાંઢ આવી જતાં ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું. આ કારણે મિની બસ પલટી ગઈ અને તેમાં સવાર ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે જ્યારે 12 અન્ય ઘાયલ છે. ઘાયલો પૈકી 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને હૉસ્પિટલ પ્રશાસને જયપુર રિફર કરી દીધા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નાગૌર જિલ્લાના કુચામન સિટીમાં સવારે ત્રણ વાગ્યાની આસપાસ થઈ.

બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, રાતના સમયે રસ્તો ખાલી હોવાના કારણે બસ ખૂબ જ સ્પીડમાં હતી. અચાનક રસ્તા વચ્ચે સાંઢ આવી જવાના કારણે ડ્રાઇવરે બસ પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું જેના કારણે આ દુર્ઘટના બની.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.