ગુજરાતી રોજનીશી

ગીર ગઢડા પાસે સરકડિયા સોનબાઇ માં ના મંદિરે જવાનો રસ્તો વન વિભાગ દ્વારા ચાલુ કરવા કરી માંગ


યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા વન અને પર્યાવરણ મંત્રી સહિતના પદાધિકારીઓ અને સત્તાધિકારી ઓને પત્ર લખીને રજૂઆત કરી

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જસાધાર પાસ સરકડિયા સોનબાઇ માં ના મંદિરે વન વિભાગ નિયમોને કારણે દર્શનાર્થીઓને મંદિર જવા દેવામાં આવતા નથી તેમજ વન વિભાગના નિયમોનાં કારણે આ મંદિરનો વિકાસ થઈ શક્યો નથી આ અંગે યુવા આગેવાન અને અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા દ્વારા વન અને પર્યાવરણ મંત્રી,અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન જીવ) અરણ્ય ભવન તથા મુખ્ય વન સંરક્ષક (વન્ય પ્રાણી વતૃળ) જૂનાગઢ સહિતના અધિકારીઓને પત્ર લખતાં જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામ પાસે સરકડીયા નેસ આવેલ છે આ નેસ માં સોનબાઇ માં નું પ્રાચીન મંદિર આવેલ છે.અહી લોકો શ્રદ્ધા અને આસ્થા થી દર્શન કરવા આવે છે.અહી લોકો પોતાની માનતા (મન્નત) પૂરી કરવા આવતા હોય છે.અહી જવા માટે વન વિભાગ ના જસાધાર ચેક પોસ્ટ પાસે થી ૦૧ કિલોમીટર રસ્તો છે.પરતું વન વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે.જેને કારણે શ્રદ્ધાળુ ઓ હેરાન થાય છે અને માતાજીના દશૅન કરી શકતાં નથી અને લોકો ની આસ્થા ને ઠેસ પહોંચે છે.તો અહી વન વિભાગ દ્વારા અહી રસ્તો ખુલ્લો કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ દશૅન નો લાભ લઇ શકે.

આથી શ્રદ્ધાળુ ના હિતમાં નિર્ણય લેવામાં આવે અને રસ્તો ચાલુ કરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર ગીર સોમનાથ, પ્રાંત અધિકારીશ્રી ઉના, નાયબ વન સંરક્ષક (ગીર પૂર્વ) ધારી, સહિતના સ્થાનિક અધિકારીઓને પણ પત્ર દ્વારા રજૂઆત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં વન વિભાગ દ્વારા પોતાના નિયમો ફેરફાર કરી અહીં માતાજીનાં મંદિરે આવતા દર્શનાર્થીઓને મંદિર જવા માટે રસ્તો ચાલુ કરવામાં આવે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.