ગુજરાતી રોજનીશી

રાજકોટ પોલીસ કમિશનરે ગત વર્ષે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી

ગત વર્ષ દરમ્યાન રાજકોટ શહેરમાં 69 તેમજ જિલ્લામાં કુલ 140 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આમાંના મોટા ભાગના અકસ્માતો દ્વિચક્રીય વાહનોના થયા હતા. આ હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં સદગતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને રાજકોટ પોલીસ કમિશનર તેમજ પૂર્વ આરટીઓ અધિકારી જે.વી.શાહ અને હાલના આરટીઓ લાઠીયા તથા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયે સાંત્વના પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદગાર બનેલા નાગરિકોને પોલીસ દ્વારા કોઈ જ પૂછપરછ કરવામાં આવતી નથી કે તેઓની સહી કરાવવામાં આવતી નથી. ઇજાગ્રસ્તને ત્વરિત સારવાર ઉપલબદ્ધ થાય અને એક માનવ જીવન બચે એ માટે દરેક નાગરિકે તત્પરતા દાખવવી જોઈએ એવો સંદેશ અત્રેથી આપવામાં આવ્યો હતો. હેલ્મેટ વાહન ચાલકોની સુરક્ષા માટે જરૂરી હોવાનો, અકસ્માતમાં મૃત્યુ પામનાર હતભાગીઓના પરિવારોએ સ્વીકાર કર્યો હતો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.