ઈન્ડિયા

ધ્રોલમાં ખેડૂતોએ હાંડો ગાગર લઈને પહોંચ્યા પ્રાંત કચેરીએ પછી શું કર્યું જુઓ

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકશાન થયુ છે. ત્યારે ધ્રોલમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા ઉદાહરણો આપીને પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે ખેડૂતો પાણીની હેલ (હાંડો અને ગાગર) લઇને પહોંચી પ્રાંત અધિકારીને કહ્યું કે 10 મિનિટમાં બધું પાણી પી જાવા જણાવ્યુ હતુ, અને તમે પાણી ન પી શકો તો અમારો પાક 238% વરસાદમાં કેમ જીવી શકે

હાલ ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાન માટેની અરજીઓ સવિકાર વાનો ટાઈમ માત્ર 72 કલાકનો આપવામાં આવ્યો છે. પરંતુ આ 72 કલાકમાં રવિવાર પણ આવે છે તો શું રવિવારે પણ અરજીઓ સવિકાર વામાં આવશે.

તેમજ પાલભાઈ આંબલિયાએ કહ્યુ હતુ કે, ખેડૂતો પોતાનો હક માંગે છે ભીખ નથી માંગી રહ્યા. આ વર્ષે 8 નવેમ્બર સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ 187.71 વરસાદ નોંધાયો છે. ત્યારે વધુ વરસાદને કારણે ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયા છે. કપાસ, મગફળી અને એરંડા સહિતના પાક નિષ્ફળ ગયા છે માટે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે અને આગામી એક વર્ષ કેવી રીતે પસાર કરવું તેને લઈને ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે

કમોસમી વરસાદ થી ધ્રોલ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થી હાથમાં આવેલ કોળિયો મુખેથી છીનવાયો છે. 14 નવેમ્બરના રોજ વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટુ નુકશાન થયુ છે.

કોંગ્રેસના આગેવાન ધ્રોલ શહેરના પ્રમુખ જીજુભા જાડેજા,ધ્રોલ શહેરના પ્રુવ પ્રમુખ રાજભા જાડેજા,તેમજ ધ્રોલ નગરપાલિકા ના પ્રુવ પ્રમુખ વિરમભાઈ વરુ, રજની ટંકારીયા,તેમજ ધ્રોલ નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા કલ્પેશભાઈ હડિયેલ તેમજ જામનગર જિલ્લાના બક્ષીપંચ મોરચા ના મહામંત્રી ચંદ્રેશ પરમાર હાજર રહ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.