ગુજરાતી રોજનીશી

ફણગાવેલા મગ ખાવાના ફાયદા જાણીને રહી જશો દંગ, જાણો તેના ફાયદા

મિત્રો, સ્વસ્થ રહેવું આપણા દરેક માટે જરૂરી હોય છે. એના માટે એક તો શક્ય એટલો જંકફૂડ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો અને ઘરે બનેલો શુદ્ધ સાત્વિક આહાર કરવો. તેમજ બીજું રોજ થોડી થોડી કસરત કરવી, કે પછી જોગિંગ કરવું, કે સ્વીમીંગ કરવું, કે યોગા કરવા વગેરે માંથી તમને જે અનુકૂળ લાગે એ કરવું.

મિત્રો નાસ્તામાં તમે બહારની વસ્તુઓ ખાતા હોવ એના કરતા ફણગાવેલા મગ ખાવાનું રાખો તો તમે બીમારીથી બધી શકો છો. જણાવી દઈએ કે, ફણગાવેલા મગનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો થાય છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ ફાયદો થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, લગભગ દરેક દિવસ કોઈ ને કોઈ કઠોળ ખાવા જોઈએ. અને આપણા વડીલો પણ આપણને એવી જ સલાહ આપે છે. દરેક કઠોળ અને અનાજ પોત પોતાની રીતે પોષક તત્વ યુક્ત અને શક્તિશાળી હોય છે. એમાંથી એક મગ છે. અને ફણગાવેલા મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી ગણાય છે. આવો તમને એના ચકિત કરી દેનારા ફાયદા જણાવીએ.

મિત્રો, ફણગાવેલાં મગની દાળમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, કેલ્શિયમ, ફોસ્ફરસ, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દરરોજ ફણગાવેલા મગ અથવા મગનું પાણી પીવાથી સ્કીન અને વાળની સમસ્યામાં પણ ઘણો ફાયદો થાય છે. એનાથી શરીર તંદુરસ્ત રહે છે. જો કોઈને ખંજવાળની ​​સમસ્યા હોય, તો છાલવાળી મગની દાળની પેસ્ટ બનાવો અને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. અને થોડા સમય પછી ધોઈ નાખો.

જે લોકોને શરીરમાં નબળાઇ રહે છે તેઓ રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાય. એ સિવાય કસરત કર્યા પછી મગની દાળનો ઉપયોગ પણ કરી શકાય છે. શરીરમાં પ્રોટિનની ઉણપને દૂર કરવામાં મગની દાળને મદદ કરે છે, અને તે શરીરને મજબૂત પણ બનાવે છે. મગની દાળમાં રહેલુ ઓલીયોસાચ્ચારાઈડસ નામનું તત્વ ગંભીર રોગોથી બચવાની ક્ષમતામાં વધારો કરે છે. કેન્સરના દર્દી માટે પણ મગ ખાવા ખુબ અસરકારક રહે છે.

મિત્રો, જો તમને વાળની કોઈ ​​સમસ્યા છે, તો દરરોજ નાસ્તામાં ફણગાવેલા મગ ખાવ. આમ કરવાથી તમારા વાળને યોગ્ય પોષણ મળશે. જણાવી દઈએ કે, ફણગાવેલા મગ વાળને બરછટ થતા અટકાવે છે અને સાથે ત્વચાને જરૂરી પોષક તત્વો પણ પુરા પાડે છે. એ સિવાય રક્તરોગના દર્દીઓ માટે ફણગાવેલા મગ ઉપયોગી છે. એમના માટે ફણગાવેલા મગની દાળનું સેવન કરવું ફાયદાકારક રહે છે. ફણગાવેલ મગની દાળમાં રહેલા વિશિષ્ટ ગુણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એટલા માટે રક્તરોગના દર્દીઓએ મગ ફણગાવીને જરૂર ખાવા જોઈએ.

સૌજન્યઃ વૈદ્ય. બલભદ્ર મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.