ગુજરાતી રોજનીશી

ઉનામાં RTO માન્ય નંબર પ્લેટ લગાડવામાં શો રૂમ દ્વારા ઉધાડી લૂંટ

ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ વારંવાર આવી ધટનાઓ સામે આવી છે. ત્યારે ઉનાના સૈયદ રાજપરા ગામના રહેવાસી શુકરભાઈ મેરે દ્વારા ગીર સોમનાથના જિલ્લા વાહન વ્યવહાર અધિકારીને લેખિત અરજી આપતા જણાવ્યું હતું કે પોતાનું ટુ વ્હીલર GJ 11 AR 9883 નંબર પ્લેટ લગાડવા જતા મોઢેશ્વરી મોટર્સ શોરૂમ દ્વારા તેમની પાસેથી રૂપિયા ૪૩૦ વસૂલવામાં આવ્યા આ અંગે અરજદાર દ્વારા શોરૂમના કર્મચારીને પૂછતા તેણે કહ્યું એટલાં જ પૈસા લેવામાં આવશે. જે ગ્રાહકને લાગ્યું કે સરકારનાં નિયમો કરતા આ શોરૂમ દ્વારા ત્રણ ગણાં પૈસા લેવામાં આવે છે.

આ બાબતે તેમણે ઉપભોક્તા અધિકાર સંગઠનના ઉના તાલુકાના પ્રમુખ રસિક ચાવડાને પણ લેખિત જાણ કરતાં તેમણે વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર ખાતે ઈમેલ તથા ટ્વીટરના મધ્યમથી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આવી ઉધાડી લૂંટ ચલાવતા શોરૂમ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.

૧ નવેમ્બરથી રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ ફરીથી લાગૂ કરવામાં આવ્યો છે. ત્યારે આવાં તકવાદી તત્વો લોકોને લૂંટવાની એક પણ તક જતી કરતા નથી અને ગ્રાહકોને બિલ પણ આપવામાં આવતું નથી. ત્યારે સંવેદનશીલ સરકાર આવાં તત્વો સામે પગલાં ભરશે કે પછી સબ સલામતના ગાણા ગાશે એવી લોક ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.