ગુજરાતી રોજનીશી

‘મહા’ વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બોલાવી બેઠક

રાજ્યમાં ‘મહા’ વાવાઝોડાંને લઈને ગાંધીનગર ખાતે CM વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. CM વિજયભાઈ રૂપાણીએ ‘મહા’ વાવાઝોડાંની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારના મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના વડા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી કે ‘મહા’ વાવાઝોડાંને લઇને અત્યાર સુધી રાજ્ય સરકાર તમામ રીતે તૈયારી દર્શાવી હતી.

આ બેઠકમાં ચીફ સેક્રેટરી જે. એન. સિંહએ જણાવ્યુ હતુ કે, સમગ્ર સ્થિતિ પર અમારી નજર છે. તેમજ જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. ત્યારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતરણની પણ સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડું વધુ તિવ્ર બનતા વેરી સિવિયર સાયકલોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહા વાવાઝોડું વેરાવળથી 500 કિલોમીટર અને દીવથી 550 કિલોમીટર દૂર છે. વાવાઝોડું. અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જો કે આજથી વાવાઝોડું યુટર્ન લઇ શકે છે. અને ગુજરાતના દરિયાકાંઠાને ટકરાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 નવેમ્બરની મધરાતે દિવથી દ્વારકા વચ્ચેના વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે આ વિસ્તારોમાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. સૌથી વધુ અસર 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળશે. જ્યારે 7 નવેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.